પાટણના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે. ગત રાત્રે વરસાદના કારણે તળાવનો પાળો તૂટી જતાં ગટરનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.સ્થાનિક ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે, તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે.15 દિવસ પહેલા પણ પાળો તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હતું.