પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.અંકલેશ્વરના સજોદ ગામના શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ તથા સુંદરકાંડ પરિવારના બાબુભાઈ શાહ અને ગિરિશભાઈ વાળંદ અને ડહેલી ગામના ઇલા જાદવ તેમજ સંગીતવૃંદ દ્વારા પારાયણ કર્યું હતું.