અમદાવાદના નવરંગપુરામાં શિવશંકર પીજીમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળી. જમવાનું બનાવવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત મળી આવી હતી. સડેલા શાકભાજી અને અનહાઇજનિક કન્ડિશન રસોડામાં મળી આવી હતી. ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરાયુ.