તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 5 ઈંચ થી વધુ વરસાદ વચ્ચે જીલ્લાના 48 માર્ગ બંધ હાલતમાં.તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં માત્ર બે કલાકમાં 5 ઇંચ થી વધુ વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું હતું.સાથે જિલ્લાના વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના તાલુકામાં પણ વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક થતા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના 48 માર્ગ શુક્રવારના રોજ 2 કલાકે બંધ હાલતમાં રહેતા લોકોની અને વાહનચાલકોની સમસ્યા વધી હતી.