કાલોલ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરના શિવભક્તો તા.23 ઓગસ્ટ શનિવારના રોજ ઓમ કાલેશ્વર નર્મદા નદીમાંથી પવિત્ર જળ ભરી જુનાગઢ ખાતે શિવજીને જળ અભિષેક કરવા માટે ટેમ્પોમા જઈ રહ્યા હતા ત્યારે મલબાર પાટિયા પાસે ટેમ્પો રોડની નીચે ઉતરી જઈ તારની ફેન્સિગ બનાવેલ સિમેન્ટના થાંભલામા ભટકાતા અક્સ્માત સર્જાયો હતો જેમા ચાલક અને ટેમ્પોમા સવાર શિવભક્તોનો આબાદ બચાવ થયો હતો જેની માહિતી તા.23 ઓગસ્ટ શનિવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઈ હતી