જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન પર મનપાના ઈજનેરે છરી વડે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. ઈજાગ્રસ્ત યુવાને યુવતી સાથે ફરતો મનપા ઈજનેર અંગે યુવતીના પિતાને ફોન કરીને જાણકારી આપી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને ખૂની હુમલો કરવામાં આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે, ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો