બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ઘાંચી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ.આ જાહેર સભાની અંદર આમ આદમી પાર્ટીના નેતા અને પ્રદેશ કિસાન સંગઠનના પ્રમુખ રાજુભાઈ કરપડા તેમજ આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા જ્યારે આ જાહેર સભાની અંદર રાજુભાઈ કરપડા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.