ખંભાત ગ્રામ્ય પોલીસે લક્ષ્મીપુરા ગામેથી મળેલી માહિતીના આધારે જુગાર રમતા 2 શખ્સોને ઘંટીવાળા ફળિયામાંથી ઝડપી પાડ્યા હતા.પોલીસે રેડ કરતા જ જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી.જે પૈકી પકડાયેલા બે શખ્સોની અંગજડતી અને દાવ પરથી રૂ.2850 રોકડ જપ્ત કરી છે. પકડાયેલા શખ્સોમાં પ્રકાશ ઉર્ફે પકો ભુપતભાઈ વાઘેલા અને રણજીત ગુણવંતભાઈ વાઘેલા સમાવેશ થાય છે. પકડાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ પોલીસે જુગાર ધારાની જુદી જુદી કલમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.