ગણપતિની ખંડિત મૂર્તિઓ રઝડતી હાલતમાં મળી આવી હતી ત્યારે સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા પોલીસ ને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી શ્રી સ્થળ તપાસ માટે આવ્યા હતા. ત્યારબાદ કિશનવાડી ગઘેડા માર્કેટ પાસે કુત્રિમ તળાવ ખાતે હિન્દુ ધર્મ રીતે વિસર્જન કરવામા આવ્યું હતું વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યુ હતુ તે જે પણ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને રઝળતી હાલતમાં મૂકવામાં આવી હતી તેવા વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી.