ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલકેટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડ્યા છે.ત્યારે આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ એસ.ઓ.જીના પી.આઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મકાન અને દુકાન માલિકો પોલીસ સ્ટેશનમાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પોલીસે જિલ્લામાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર 20 જેટલા મકાન માલિકો સામે બીએનએસની 223(બી) મુજબ ગુનો નોંધ્યો છે.