હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે 10 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ચેકડેમ આજરોજ શુક્રવારે તૂટી ગયો છે. આ ઘટના અંગે સરપંચ સજ્જનબા જગદીશભાઈ ગઢવીએ કહ્યું કે રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડી ગયો હોવાથી તૂટી ગયો છે. હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. રેતી ચોરીના કારણે આ બનાવ બન્યો છે...