ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યા છે જેને લઇ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને જિલ્લાના અનેક ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થતા સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેની લઈ સ્થાનિકો દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.