જામનગર શહેરના વોર્ડ નંબર 15માં આવેલા સિલ્વર પાર્ક, સહજાનંદ સોસાયટી અને તુલસી પાર્ક સોસાયટીના રહીશો લાંબા સમયથી રસ્તા ન બનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદ બાદ ઘરની બહાર નીકળવું કપરું બની જાય છે. કાદવ અને ખાડા ભરેલા રસ્તાઓને કારણે વાહનવ્યવહાર તથા રોજિંદી આવજાવમાં મુશ્કેલી સર્જાય છે.