આજે બપોરે 2 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ત્યારે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં અંતરિયાળ વિસ્તાર એવા પોશીના પંથકમાં પણ મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી હતી.જેમાં 24 કલાકમાં પોણા ત્રણ ઈંચ એટલે કે 67 મીમી વરસાદ નોંધાયો હતો.ત્યારે તાલુકાના ખેડૂતોમાં ખુશી ની લહેર પ્રસરી હતી.