કલોલમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી (બારવી શરીફ)ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું.જુલુસ મટવા કુવા, ટાવર ચોક, જૂના ચોરા અને જુમ્મા મસ્જિદ સહિત અન્ય મસ્જિદોથી નીકળ્યું હતું. જુલુસના માર્ગ પર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.