વડોદરા : શહેરના પ્રતાપ નગર રોડ પર આવેલ મેઘદૂત એપાર્ટમેન્ટના બીજા માળેથી બાલ્કનીનો કેટલોક ભાગ અને બારીઓ તૂટીને નીચે પડતા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો મોટો અવાજ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. રજુઆત કરવા છતાં કોર્પોરેશને માત્ર નોટિસો ફટકારી કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.