સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી રેતી ખનન નો વેપલો મોટાપાયે ચાલી રહ્યો હતો ખનીજ સંપત્તિના ચોરટાઓ રેતી ખનન કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હતા, છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચુપકીદી સેવી માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમાચાર અમે પ્રસિદ્ધ કરતા જ સુરત તરફના કોઈ અધિકારીઓની ગાડી અહીંયા આવી પૂછપરછ કરતા રેતી માફીયાઓ એ નાવડી મારફતે નદી કિનારે ભેગી કરેલી રેતી ડર ના માર્યા