સુરેન્દ્રનગર શહેરમાં આજે બપોર સુધી ભારે ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર રતનપર જોરાવનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ કપાસ સહિતના પાકને ફાયદો થવાની પણ આશા છે