ખેડા જિલ્લામાં 37 નવા પંચાયત ઘર: 11.26 કરોડના ખર્ચે તલાટી આવાસ સાથે નવા મકાન બનશે. ખેડા જિલ્લા પંચાયતની વિકાસ શાખાએ 37 ગામોમાં નવા ગ્રામ પંચાયત ઘર અને તલાટી મંત્રી આવાસના બાંધકામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને કામગીરી સોંપવામાં આવી છે.