નડિયાદમાં ભારતીબેન રાણા ગત 28 ઓગસ્ટના રોજ નડિયાદ ગ્લોબલ સિનેમા તરફથી રોડ ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન નડિયાદ બસ સ્ટેન્ડ તરફથી મહાગુજરાત તરફ પસાર થતી એક બસના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભારતીબેન રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમની સારવારથી ખસેડવામાં આવ્યા હતા ત્યારે એ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.