આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ આ ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ખેડબ્રહ્મા પંથકમાં આ ચાલુ વર્ષે ચોમાસુ ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણો ખાતર,દવા, ખેડામણ અને નિંદામણ થકી આ ચાલુ વર્ષે ખેડૂતોને પડતા પર પાટુ છે. ત્યારે તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને તાત્કાલિક સર્વે કરવા રજુઆત કરવામાં આવી હતી.