કાલોલમાં બેટરી અને મોટરની ચોરીનો ગુનો ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. મરીયમ મસ્જિદ પાછળ ઝાડીઓમાં સંતાડેલા મુદ્દામાલની બાતમી આધારે પોલીસએ રેડ કરી ૩૮ બેટરી, ૫ ફોર વ્હીલ મોટર, ૪ સેલ, ૨ મોબાઇલ અને એક કાર મળી કુલ રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓએ કબુલાત કરી કે ૦૭/૦૯/૨૦૨૫ની રાત્રે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે આવેલી ઇલેક્ટ્રિક દુકાનનું શટર તોડી ચોરી કરી હતી. આ રીતે પોલીસે અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી મોટી સફળતા મેળવી.