છોટાઉદેપુર ના બોડેલીમાં સમી સાંજથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં સાંજથી વીજળીના કડકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. બોડેલીના દિવાનફળીયા, સાધના નગર, રઝા નગર, વર્ધમાન નગર અને ગંગા નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર સજાગ બન્યું છે. પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.