ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલી આલ્કોક એસડાઉન કંપનીમાં ચોરીની ઘટના બની હતી. જે બનાવે અંગે કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા 20 દિવસમાં કંપનીમાંથી એલ્યુમિનિયમના પતરા એંગલો સહિતનો સામાન અંદાજે 1200 કિલો જેની કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારની ચોરી થયાની ફરિયાદ ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.