ગોંડલનાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર પૂર્વ બાતમીના આધારે તાલુકા પોલીસ ત્રાટકી હતી અને ગોંડલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપરાંત રાજકોટનાં વેપારીઓ સહિત સાત શખ્સને જુગાર રમતા ઝડપી લઇ રોકડ રુ.20,21,000 તથા મોબાઇલ અને અલગ અલગ વાહનો મળી કુલ રુ.80,73,000નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.