વેરાવળ ખાતે આવેલ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કલાકારો ભાગ લઈ રહ્યાં છે. આજે આયોજિત સ્પર્ધામાં લેખન, વકૃત્વ, નૃત્ય, ગરબા, ટીપ્પણી નૃત્ય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ સહિતની કુલ 23 સ્પર્ધાઓમાં અલગ અલગ વયજૂથના 1200 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.