HOTEL FLOATING DECK KODKI ROAD, KODKI, BHUJ(KUTCH) ખાતે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર કોલ આવેલ કે, HOTEL FLOATING DECK પાસે આવેલ તળાવમાં વ્યક્તિ ડુબી ગયેલ છે. જે અંગે ઇ.સ્ટેશન ફાયર ઓફિસરશ્રી દિલીપ ચૌહાણ સાહેબશ્રીની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ રેસ્ક્યુ વહિકલ સાથે ઘટના સ્થળે રવાના થયેલ હતા. ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુના સાધનો દ્વારા ડૂબી ગયેલ અજાણ્યા વ્યક્તિને બારે કાઢેલ.