કેટલાક લોકો નાની નાની બાબતે આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે તેવા અનેક બનાવનાર નર્મદા જિલ્લામાં બની રહ્યા છે જેને અટકાવવા માટે એક મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. પ્રશાંત ઝરીવાલા, ડો. અમીષા પટેલ તથા તેમની નિષ્ણાત ટીમે વિદ્યાર્થીઓને માનસિક તાણ, ભાવનાત્મક સંતુલન અને સહાય મેળવવાની જરૂરીયાત જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતુ. પુરુષાર્થ ફાઉન્ડેશન તરફથી કૃપલ વૈધ ઉપસ્થિત રહ્યા હતા અને આત્મહત્યા નિવારણમાં સમાજની સહભાગિતા અંગે ચર્ચા કરી હતી.