દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે ગત તા.૨૯ ઓગસ્ટના ના રોજ શિયાલી ગામના બે કિશોરો કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ બંને કિશોરો શાળા છૂટ્યા બાદ ખેતરે જતા હતા અને કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના પ્રવાહમાં તણાયા ગયા હતા. શિયાલી ગામના બે કિશોરો (૧) વસાવા સોમકુમાર બિપિનભાઈ ઉ.વર્ષ આ.૧૩ અને (૨) વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ ઉ.વર્ષ આ.૧૨ કરજણ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ગ્રામજનો દ્વારા બંને કિશોરોને શોધવા માટે અ