અવિરત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચીકુની વાડીઓમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. અમલસાડી ચીકુ તેની મીઠાશ અને મોટા કદ માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ ચીકુ વર્ષમાં બે સીઝનમાં થાય છે અને બારેમાસ ઉપલબ્ધ રહે છે. જૂનમાં ફ્લાવરિંગ થયા બાદ ઓક્ટોબરમાં તેનું ઉત્પાદન મળે છે.