ચકલાસી થી રણુજા રામદેવરા રાજસ્થાન માટે એસ.ટી.બસ સેવા શરૂ કરાઈ મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના હસ્તે ચકલાસી બસ સ્ટેશનથી રણુજા રામદેવરા રાજસ્થાન માટે નવીન એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.