જિલ્લામાં રોગચાળો વધતા જ પોરબંદરમાં ભાવસિંહીજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાઈનો લાગી છે.હોસ્પિટલમાં હાલ શરદી,ઉધરસ,ઝાડા ઉલ્ટીના કેશ વધ્યા છે.ચાલુ માસ દરમ્યાન હોસ્પિટલમાં તાવના 1600 તેમજ શરદી-ઉઘરસના 1700 કેશ નોંધાયા છે તો ઝાડા ઉલ્ટીના પણ 500 જેટલા કેશ નોંધાયા છે.વાઇરલ જન્ય રોગો ઉપરાંત ડેન્ગ્યુના 9 અને મેલેરિયાના 10 પોઝિટિવ કેશ નોંધાયા છે.