રાજપીપળા થી કેવડિયા જતા રસ્તા ખરાબ હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલા જ આઇસર ટેમ્પો અને ફોરવીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ફરી આજે ઇકો ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. રાજપીપળા - કેવડિયા-રાજપીપલા રૂટ પર દોડતી એસ.ટી.બસને પાછળથી ઇકો ગાડીએ અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.