આજે 28 ઓગસ્ટના રોજ સાંજના સમયે અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર આવેલ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મંડાલી પાટીયા નજીક એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટવાથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.ઈકોકાર, સેન્ટ્રોકાર અને ગુજરાત એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા સ્થળ પર 1 ઈસમનું મોત નિપજ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.તેમજ બીજા અન્ય ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બસ અમદાવાદથી ધાનેરા જઈ રહી હતી