ઉંદેલ હાઈસ્કૂલથી વટાદરા ગામની વચ્ચે આવેલ કાશીયાપુરા સીમ વિસ્તારમાં ખેતરના ઝાડ પરથી લટકેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.જાણ બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યારબાદ મૃતક યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી કબ્જે કરી ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલમાં પી. એમ.અર્થે મોકલી આપ્યો હતો.ફીણાવ ગામના સોનીવાડી ખડકીમાં રહેતા 23 વર્ષીય વસંતકુમાર ઉર્ફે ગુરુ હસમુખભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.