હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 29મી ઓગસ્ટના 'નેશનલ સ્પોર્ટસ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતગર્ત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થનાર છે જેમાં ખંભાળિયા ખાતે 31 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની સાયકલોથોનની સ્પર્ધા યોજાશે.