નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની ઉજવણીની સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે.10 દિવસ ચાલનારા આવો મહોત્સવમાં દુંદાળાદેવ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ ખેડા ઠાસરા મહેમદાવાદ માતર વસો અને ગળતેશ્વર સહિતના તમામ તાલુકામાં 1,000 થી વધુ ભંડારો અને મહોલ્લામાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.