This browser does not support the video element.
રાજકોટ પૂર્વ: શહેરમાં નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત
Rajkot East, Rajkot | Sep 1, 2025
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નીપજ્યુ હતુ આ બનાવથી શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતા રાહુલભાઇ અધારાનો 4 વર્ષનો પુત્ર પ્રતિક આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઘર પાસે રમતો હતો ત્યારે અકસ્માતે પાણીના ભોટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નીપજ્યુ હતુ.