મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધનપુરા ગામમાં, 7 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મોટી ઘરફોડ ચોરીની ઘટના બની હતી. રાત્રે 10 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાની વચ્ચે, અજાણ્યા ચોરોએ જીગ્નેશકુમાર ભીખાભાઈ પટેલના ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યો. તેમણે તિજોરી તોડીને અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત કુલ ₹75,81,550 ની કિંમતની વસ્તુઓની ચોરી કરી.