કાલાવડના જીવાપર રોડ પર આવેલા આશ્રમ-ગૌશાળામાં અજાણ્યા શખ્સો હથીયારો સાથે ત્રાટકયા હતા, દરમ્યાન મહંતને મુંઢમાર મારી આશરે ૬૫ હજાર જેવી રોકડ ઝુંટવીને નાશી ગયા છે, આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા તાબડતોબ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને વિગતો જાણીને સીમ વિસ્તારમાં તપાસ લંબાવી હતી.