પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ગોધરા શહેરમાં મેસરી નદી ગાંડીતૂર બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગોધરા શહેરના ગોંદ્રા હિદગાહ મોહલ્લા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી આવતા લોકો ઘરોમાં ફસાયા હતા. પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.