જાંબુઘોડાના જોટવડ ગામે રહેતો યુવાન ધર્મેન્દ્ર બારીયા આજે શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા થયો હતો.ત્યારે ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી હતી અને નદીનો પ્રવાહ જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ મસ્તીમાં નદીમાં કૂદી પડ્યો હતો.આ બાબત ની જાણ જાંબુઘોડા પોલીસને થતા પોલીસે આ યુવાનની નદીના કિનારે તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા પણ નદીના કિનારે દૂર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી