નાનાપોંઢા ગામથી ખૂંટલી તરફ “દારૂ છોડો, સંસાર જોડો” વ્યસન મુક્તિ પદયાત્રાનું આયોજન થયું હતું. પદયાત્રામાં ગામના યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રાનો હેતુ સમાજમાંથી દારૂ તથા અન્ય વ્યસનો દૂર કરી સ્વસ્થ, સુખી અને સંયમિત જીવન તરફ જનજાગૃતિ ફેલાવવાનો હતો.