રવિવારે બપોરે 1 કલાકે ખંભાતની સાબરમતી નદીમાં 50 જેટલી ભેંસો પાણીમાં તણાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તમામ ભેંસો ખંભાતના દરિયામાં તણાઈ આવી છે.તાલુકાના અલગ અલગ ગામોની ભેંસો તણાયાનું જાણવા મળ્યું છે.જો કે વીડીયો સાત થી દસ દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.હાલ સાબરમતીમાં નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી છોડવામાં આવતા ભેંસો તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.