અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે થયેલી ચોરી મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝોન 2 LCB ટીમે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી રવિ મેહર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી 5.75 લાખની કિંમતના દાગીના રિકવર કરવામાં આવ્યા છે.