2024માં દહેગામ-કપડવંજ રોડ પર બારિયા ગામના પાટિયા ખાતે ગાડીને ટક્કર મારી કેટલાક લોકો પર હુમલો કરાયો હતો. જેમાં ત્રણ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જેમાં અગાઉ પોલીસ ટીમે આરોપીઓને ઝડપી પાડયા હતા. જે ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી નરેશનાથ ઉર્ફે અંચ્યો સમજૂનાથ ભટ્ટી મદારી દહેગામના ગણેશપુરા પાટીયા ખાતે હાજર હોવાની બાતમી મળી હતી.