ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાની મહીસાગર નદી અને પેઢી નદીમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે.જેના કારણે નદી કાંઠે આવેલા વિસ્તારોમાં એક તરફ એલર્ટ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ નદીના પાણીનું સ્તર ઊંચું આવી જતા કાંઠે આવેલા ગામડાઓના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે જેમાં ગળતેશ્વર અને ઠાસરા તાલુકા ના 500 વીઘા થી વધુ જમીનમાં નદીના પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.