સાબરકાંઠા જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત બટાકા પકાવતા ખેડૂતોની ખાનગી કોલ્ડ સ્ટોરેજ ખાતે મહાપંચાયત યોજાઇ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લાના કરાર આધારિત બટાકા પકાવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતો દ્વારા બટાકાના વાવેતર સમયે કંપનીઓ સાથે કરવામાં આવતા કરારમાં ઊભી થયેલી વિસંગતતાઓ ની ચર્ચા કરવામાં આવી હતી જો કે ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે ખેડૂત ન્યાય સંગઠન દ્વારા કંપનીઓ સાથે પરામર્શ કરી સમાધાનકારી વલણ અપનાવાય તે માટેન