મળતી વિગતો અનુસાર નડિયાદ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે નડિયાદ કમળા ચોકડી પાસે આવેલ રેલવેના ઓવરબ્રિજ સાઈડમાં એક વ્યક્તિ ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેચાણ કરી જાહેરનામા નો ભંગ કરી રહ્યો છે જેની આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ભવરલાલ બાવરીને 110 નંગ જેટલી પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ મૂર્તિ સાથે ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી પોલીસે રૂપિયા 86,000 ની કિંમત નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે