જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આંતર જિલ્લા વિમાની સેવાના આરંભ થયો છે. અમદાવાદથી જામનગર આવેલું ૫૦ બેઠકોની ક્ષમતાવાળું વિમાન પ્રથમ ખેપમાં ૨૫ મુસાફરોને લઈને નિયત સમયે સુરત જવા ઉપડયું હતું. આ એરાઈવલ-ડિપાર્ચર સાથે રાજ્યની આંતર જિલ્લા ઉડ્ડયન સેવાનો પણ આરંભ થયો ગણાય. વિમાનની પ્રથમ ઉડાન પહેલા જામનગર એરપોર્ટ ડાયરેકટર ડી.કે.સીંઘએ કેક અને રીબીન કટ કર્યા હતા. જે વેળાએ ચેમ્બરના પુર્વ પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.